- નવસારી હાઇ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
- IPCLના કર્મચારીનું ઘટના સ્થળે મોત
- અન્ય કાર ચાલક અને મૃતકને હોસ્પિટલ ખસેડાયા
નવસારી : નેશનલ હાઇ-વે નં. 48 પર બુધવારે બપોરે વલસાડથી નવસારી તરફ આવી રહેલી હોન્ડા સીટી કારનું ટાયર ફાટતા, કાર ફંગોળાઇને સામેથી આવતી I10 કાર પર પટકાઇ હતી. જેમાં બંને કારનો ખુરદો બોલી ગયો હતો અને I10 માં સવાર આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. જયારે તેમના પત્ની, પુત્ર અને હોન્ડા સીટી કારના ચાલકને ગંભીર અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2020 ના અંતિમ દિવસોમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે નિવૃત્ત જીવન પોતાના વતનમાં વિતાવવાના સપના જોતા આધેડને જીવનથી જ નિવૃત્તિ આપી દીધી હતી.
હાઇ-વે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પરિવારે આધાર ગુમાવ્યો
વડોદરાના સુભાનપુરા સ્થિત આકાશગંગા એપાર્ટમેન્ટમાં રહેતા અને મુળ વલસાડના પ્રકાશભાઇ મણીલાલ છોવાલા વડોદરાની IPCL કંપનીમાં નોકરી કરતા હતા અને નિવૃત થવાની અણીએ આવ્યા હતા. બુધવારે સવારે પ્રકાશભાઇ, તેમના પત્ની ભારતીબેન અને પુત્ર મયુર છોવાલા સાથે પોતાની I10 કારમાં વલસાડ જવા નીકળ્યા હતા. જેઓ નેશનલ હાઇ-વે નં. 48 પર આલીપોર ઓવર બ્રિજ પાસેથી પસાર થતા હતા. ત્યારે અચાનક સામેથી પુર ઝડપે સુરત તરફ જઇ રહેલા અબ્રામાના ખુશાલભાઇ ભારતીની હોન્ડા સીટી કારનું ટાયર ફાટતા કાર ફંગોળાઇને સામેના ટ્રેક પર પહોંચી હતી. જે પ્રકાશભાઇની I10 કાર પર પટકાતા બંને કારનો ખુરદો બોલી ગયો હતો. જયારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશભાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ.
ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી