ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં એલસીબી પોલીસે 4 જુગારીને જુગાર રમતા ઝડપી પાડ્યા - gamblers

નવસારીના સિંધીકેમ્પમાં આવેલા દૂધીયાપીર દરગાહની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓને નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે પકડી 22,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડેલા જુગારી
પોલીસે પકડેલા જુગારી

By

Published : Jan 29, 2021, 11:53 AM IST

  • એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પકડ્યા 4 જુગારી
  • 22,700 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • પોલીસે આગળ તપાસ હાથ ધરી

નવસારી : નવસારી એલસીબી પોલીસની ટીમ ગુરૂવારે નવસારી શહેરમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સિંધીકેમ્પ વિસ્તારમાં આવેલી દુધિયાપીરની દરગાહની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે ઘટના સ્થળે છાપો મારતા ગુરુનાનક નગરમાં રહેતા ધનરાજ સાધવાણી, દિલીપ આરતવાણી, અજય વાધવાણી અને જગદીશ ભાટેજાને જુગાર રમતા રંગે હાથ પકડી પાડ્યા હતા.

4 જુગારી

પોલીસે ઘટના સ્થળેથી દાવમાં મુકેલા 310 રૂપિયા અને ચારેય પાસેથી 13,390 રૂપિયા મળીને 13,700 રૂપિયા રોકડા, 9 હજાર રૂપિયાના 4 મોબાઈલ ફોન સહિત જુગારના સાધનો મળી કુલ 22,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details