ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ, આંધ્ર પ્રદેશના 3 ઈસમની ધરપકડ - દક્ષિણ ગુજરાત પોલિસ

નવસારી: જિલ્લાના કાલિયાવાડી ગામમાં 5 લાખની લૂંટ કરનારા 3 ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. આ 3 ઈસમો આંધ્રપ્રદેશના છે. આ આરોપીઓ બેંકમાં આવેલા ગ્રાહકો પર નજર રાખતા હતા. ત્યારબાદ આરોપીઓ ગ્રાહકોનો પીછો કરી લૂંટને અંજામ આપતા હતા.

નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ
નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ

By

Published : Dec 9, 2019, 9:26 PM IST

Updated : Dec 9, 2019, 10:48 PM IST

આંધ્રપ્રદેશના લૂંટારુઓ દક્ષિણ ગુજરાતમાં આવીને લોકોને લૂંટનો શિકાર બનાવતા હતા. તાજેતરમાં નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની ચિલઝડપ કરનાર આંધ્રપ્રદેશની ટોળકીના 3 ઇસમોની ધરપકડ કરીને પોલીસને એક મોટી સફળતા મળી છે.

નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ

સુરત, નવસારી, ભરૂચ અને તાપી જિલ્લામાં પોતાના લૂંટનો તરખાટ મચાવનાર બેગ્લોરની ટોળકીને આખરે નવસારી LCBએ ઝડપી પાડી છે. 25 નવેમ્બરે કાલિયાવાડી ગામની બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતા એક ઈસમ પર બાઇક સવાર આવી અને બેગની ચિલઝડપ કરીને ફરાર થયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે પોતાના નેટવર્કથી આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું. આ બાદ ચોંકાવનારી હકીકત સામે આવી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માત્ર લૂંટ માટે આંધ્રપ્રદેશથી આખી ટીમ આવીને ગુનાને અંજામ આપતી હતી. જેમાં પોલીસે 3 આરોપીને ધરપકડ કરી છે, જ્યારે એક ઈસમને હજૂ સુધી પોલીસ પકડી શકી નથી.

આરોપી મોબાઈલમાં ગુગલમાં બેંક સર્ચ કરતો હતો. બેંકમાંથી જે પણ ગ્રાહક પૈસા ઉપાડીને લાવે તેના પર વોચ રાખતો હતો. આરોપી ગેંગના સભ્યો સાથે તે ગ્રાહકનો પીછો કરતા અને એકાંત જગ્યા પર મોકાનો લાભ લઈને ગેંગની એક ટીમ રોડ પર છુટ્ટા 10-20 રુપિયા ફેંકતી હતી. ગેંગની બીજી ટીમ એ ગ્રાહકને તુમ્હારા પૈસા ગિર ગયા હૈ, એમ કહેતી હતી. ગ્રાહક વાહન પાર્ક કરી નીચે પડેલા રુપિયા લેવા જાય ત્યાં બીજી તરફ ગેંગની બીજી ટીમ એ વાહનની ડેકી તોડીને તેમાંથી પૈસા લૂંટી લેતી હતી. સામાન્ય રીતે આ આરોપીઓ સીનિયર સીટીઝન મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા.

જિલ્લા અને શહેરોમાં લગાવવામાં આવેલા CCTVએ મહત્વનો ભાગ ભજવે છે. આરોપીઓ ગુનાને અંજામ આપી અદ્રશ્ય થઈ જતા હતા અને પોલીસ માટે ગુનાને ડિટેક્ટ કરવો અઘરો બની જતો હતો, પરંતુ CCTVની મદદથી આરોપીઓ હવે ગણતરીના દિવસોમાં પોલીસના હાથે લાગી જતા હોય છે. આંધ્રપ્રદેશના આ આરોપીઓ અન્ય જિલ્લાની લૂંટમાં પણ સામેલ હતા, જે CCTVમાં કેદ થયું હતું. નવસારીની LCB દ્વારા આ આરોપીઓની ધરપકડ અંતે સુરતના બારડોલીથી કરવામાં હતી.

Last Updated : Dec 9, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details