- અંધ ક્રિકેટ ટીમનો ખેલાડી મજૂરી કરવા થયો મજબૂર
- અનેક વાર તંત્રને નોકરી માટે કરી રજૂઆત
- મૂળભૂત જરૂરીયાતો માટે ખેલાડી કરી રહ્યો છે સંઘર્ષ
નવસારી: 2018 માં ભારતને બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ટીમનો ભાગ નરેશ તુમડાને ગુજરાતના નવસારીમાં કોવિડ -19 લોકડાઉનને કારણે શાકભાજી વેચવા અને મજૂરી કરવાની ફરજ પડી છે. ગુજરાતના નવસારીના અંધ ક્રિકેટર નરેશ તુમડા વર્લ્ડ કપ વિજેતા ટીમની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતા. તેઓએ પાકિસ્તાન સામે દુબઈમાં ફાઈનલ રમી હતી.
ખેલાડી મજૂરી કરવા થયો મજબૂર
તુંમડાએ જણાવ્યું હતું કે, "હું મજૂરી કામ કરીને રોજ 250 રૂપિયા કમાઉં છું. મેં મુખ્યપ્રધાનને ત્રણ વખત નોકરી માટે વિનંતી કરી પણ જવાબ મળ્યો નહીં. હું સરકારને વિનંતી કરું છું કે મને નોકરી આપો જેથી હું મારા પરિવારની સંભાળ રાખી શકું,". તેમણે વધુમાં કહ્યું કે જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યા બાદ દિલ્હી પાછા આવ્યા ત્યારે બધાએ તેની પ્રશંસા કરી હતી. અમે કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા. "જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે હું ખૂબ જ ખુશ હતો અને વિચાર્યું કે મને નોકરી મળશે પણ અત્યાર સુધી મને નોકરી મળી નથી. હું પ્રધાનમંત્રીને મારી આજીવિકા માટે નોકરી આપવા વિનંતી કરું છું.
આ પણ વાંચો:પંજાબના અમૃતસરમાં ડ્રોન હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ