1500 લોકોમાં માત્ર એક ડન્કી, પાણી ન મળતા લોકો પાણી માટે મુંઝાયા
નવસારીઃ પંચમહાભૂતોમાંથી એકપણ તત્વનું પ્રમાણ ઘટે તો જીવસૃષ્ટિ સામે ખતરો ઉભો થતો હોય છે. હાલ રાજ્યભરમાં જળનું પ્રમાણ ઘટતા વનસ્પતિથી માંડીને માનવજીવન અને ઢોરઢાંખરો સામે જીવનું જોખમ ઉભું થયું છે. ત્યારે ગુજરાતના ગામડાઓમાં પાણીની તરસ એ પ્રાણપ્રસ્ન બન્યો છે. જેમાં નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જુઓ આ અહેવાલમાં...
સ્પોટ ફોટો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાઓમાં આદિવાસી પંથક છે. જ્યાં આદિવાસીઓની જીવન નિર્વાહ માટે ખેતી મહત્વનું પરિબળ છે. અને આર્થિક ઉપાર્જનનું સાધન છે, પરંતુ સિંચાય માટે પાણી નથી અને ઘર વપરાશ માટે પાણી ન હોય તો ચાલી શકે પરંતુ પીવાનું પાણી અને સિંચાઇનું પાણી અતિઆવશ્યક ગણાય છે. જે પાણી પણ મળી શકતું નથી. ત્યારે ઢોરઢાંખર સામે પણ એક ચિંતાનો વિષય બન્યો છે અને પાણી મેળવવા માટેનું 1500 જેટલા લોકોમાં માત્ર એક ડન્કી અને તેમાં પાણી ન મળતા લોકો પાણી માટે મુંઝાયા છે.