વિશ્વ યોગ દિવસ: મુખ્યપ્રધાન રૂપાણીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવશે - Gujarati News
નર્મદાઃ21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે યુનોમાં જાહેર કાર્ય બાદ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સાથે 1000થી પણ વધુ સાધુ સંતોની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
જેમાં સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં યોગ કરશે. ગુજરાતમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના 500 સાધુઓ સ્ટેચ્યુ ખાતે આજરોજ આવશે અને યોગ દિવસમાં ભાગ લેશે, જયારે તેમની સાથે ગાયત્રી પરિવારના લોકો પણ જોડાશે આજરોજ પ્રવાસીઓ માટે સવારના 4 વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે અને ત્યારબાદ 4 વાગ્યાથી 6 વાગ્યા બાદ સાધુ સંતો સ્ટેચ્યુની મુલાકાત લેશે અને 6 વાગ્યા બાદ યોગ દિવસની ઉજવણી થશે.
Last Updated : Jun 21, 2019, 12:52 PM IST