આ અંગે મહિલા આયોગના એક મેમ્બર ને કહ્યું કે ,જે આ કેસને હેન્ડલ કરી રહ્યા છે અને અમે બંને પક્ષને સાંભળીશુ. આ સાથે જ સમાજવાદી પક્ષનાં સાંસદ આઝમ ખાને લોકસભાના પીઠાસીન અધ્યક્ષ રમાદેવી પર જે ટિપ્પણી કરી હતી તે મામલે જણાવ્યું હતું કે, લોકસભા એ એક મંદિર છે, આઝમખાનનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ આઝમખાનને સંસદમાં બેસવાનો અધિકાર નથી. આ અંગે સ્પીકર કાર્યવાહી કરશે.
મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
નર્મદાઃ મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા રવિવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેવોએ જણાવ્યું હતું કે, IAS અધિકારી ગૌરવ દહિયા સાથે લગ્નનો દાવો કરનાર મહિલા લીનુસિંહે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે.
statue-of-unity
વધુમા જણાવ્યું કે, તેઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાની આદત છે. તેથી તેમને આકરી સજા થવી જોઈએ.