ગુજરાત

gujarat

ETV Bharat / state

Narmda News: ચરણામૃત સમજીને કૃષિપ્રધાન રાઘવજી પટેલે દારૂનો ઘુંટડો માર્યો, જુઓ વીડિયો

નર્મદાના ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ જાહેર કાર્યક્રમમાં આદિવાસી પરંપરાથી અજાણ પૂજા વિધિ કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતીને ધરાવવાનો દારુ ભૂલથી ઘુંટડો મારી ગયા હતા.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 9, 2023, 5:49 PM IST

કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતીને ધરાવવાનો દારુ ભૂલથી ઘુંટડો મારી ગયા

નર્મદા:ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ જાહેર કાર્યક્રમમાં આદિવાસી પરંપરા અનુસાર પૂજાવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર કાર્યક્રમમાં ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન આદિવાસી પરંપરાથી અજાણ રાઘવજી પટેલ પૂજા વિધિ કરતાં ધરતીને ધરાવવાનો દારુ ભૂલથી ઘુંટડો મારી ગયા હતા. જો કે બાદમાં રાઘવજી પટેલે પણ મીડિયા સમક્ષ આ અંગે જણાવ્યું હતું કે, મને પરંપરાની ખબર ન હતી એટલે આવું થયું.

દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક:આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. જેથી ત્યાં હાજર કૃષિમંત્રી સહિતના નેતાઓ અને સ્થાનિક આગેવાનોને પુજારીએ એક પાનમાં દેશી દારુ આપ્યો હતો. આ દારુ ધરતી પર ધરાવવાનો હોય છે. પરંતુ આદિવાસી પરંપરાઓની અજાણ રાઘવજી પટેલને જોવો પાનમાં દારુ આપવામાં આવ્યો કે તેઓએ તેનો ઘૂંટડો મારી લીધો હતો. જ્યારે તેમની બાજુમાં ઉભેલા નેતાઓએ તે દારુ વિધિ અનુસાર જ ધરતી પર ધરાવી દીધો હતો. ત્યારબાદ બાજુમાં ઉભેલા વ્યક્તિએ મંત્રીને કહ્યું હતું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી.

હું ચરણામૃત સમજ્યો: આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીની વિધિઓ અને રિવાજોથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃતરુપે હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું. પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું હતું.

  1. World Tribal Day 2023: અંગ્રેજોની બર્બરતાનો પુરાવો છે માનગઢ, હજારો આદિવાસીઓના બલિદાનનું મુખ્ય કેન્દ્ર
  2. World Tribal Day 2023 Special: 'મિની બ્રાઝિલ' તરીકે ઓળખાતા શાહડોલની આ આદિવાસી ફૂટબોલ ગર્લ આજે અન્ય મહિલા ખેલાડીઓ માટે બની છે પ્રેરણારૂપ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details