શિયાળાની સિઝનમાં સ્ટેચ્યુ ઑફ યૂનિટીની મજા માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ત્યારે વડોદરાની એક્વાપોઇન્ટ સંસ્થા દ્વારા ફ્રી પીવાનું પાણી આપવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટીના પરિસરમાં બે જગ્યાએ 10-10 જગ મૂકવામાં આવ્યા છે.
હવે સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી મળશે
નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર પ્રવાસીઓને હવે ફ્રી પીવાનું પાણી મળશે. આ સેવા વડોદરાની એક્વાપોઇન્ટ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા રોજના આશરે 40 હજાર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી આપે છે. તેમજ સંસ્થાએ લોકોને પીવાનું મળી રહે તે માટે 6 વોટર ATM મૂક્યા છે. આગામી દિવસમાં સ્ટેચ્યુ પરિસરમાં પણ ફિક્સ ATM મૂકવામાં આવશે. આ ઉપરાંત સ્ટેચ્યુના ચિન્હવાળી બોટલોની પણ વ્યવસ્થા કરાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને ફ્રી પીવાનું પાણી મળશે
આ સંસ્થા સરકાર દ્વારા કામ કરે છે. જે વૉટર ATM મશીન લાવી પાણીનું વિતરણ કરી રહી છે. તેમજ ટ્રાયલ બેઝ પર બોટલ પણ આપી રહી છે. જેની પર સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું ચિહ્ન જોવા મળે છે.
Last Updated : Dec 30, 2019, 1:53 PM IST