ગુજરાત

gujarat

ETV Bharat / state

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'માં હેલિકોપ્ટરમાં બેસનારાની સંખ્યામાં ઘટાડો - helicopter

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે પ્રવાસન વિભાગે હેલિકોપ્ટર સેવા એક ખાનગી એજન્સી હેરિટેજ એનિવેશનને કોન્ટ્રાક્ટ આપીને શરૂ કરી હતી. આ સેવા ડિસેમ્બરમાં શરૂ થઇ ત્યારથી સતત ચાલુ રહી છે. ત્યારે હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે અને બે દિવસ હેલીકૉપ્ટર ગાયબ થઇ જતા રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં ગયું હોવાની વાત વહેતી થઇ હતી.

NMD

By

Published : Apr 6, 2019, 5:33 PM IST

જોકે આ ખાનગી એજન્સી પાસેના હેલીકૉપ્ટર ચૂંટણીમાં પ્રચાર માટે અપાતા હોય છે, ત્યારે આ હેલિકોપ્ટર પણ લઇ જવામાં આવ્યું હોઈ શકે. જોકે કોઈ સત્તાવાર કહેતું નથી, પરંતુ જે હેલિકૉપ્ટર હતું તેની જગ્યાએ બીજું પીળું હેલિકોપ્ટર લાવવામાં આવ્યું. હાલ હેલિકૉપ્ટર સેવા ફરી ધધમતી થઇ ગઈ છે. પરંતુ હેલિકૉપ્ટર રાઈડ માટે પણ પ્રવાસીઓની ઓછી સંખ્યાની અસર થઇ રહી છે. કેમ કે પ્રવાસીઓ ઓછા આવતા હેલિકૉપ્ટરમાં બેસવા વાળા પ્રવાસીઓની સંખ્યામાં 30 થી 40 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

આ બાબતે હેલીકૉપ્ટર સેવાનું સંચાલન કરતા હેરિટેજ એનિવેશનના મેનેજર સુભાષ અંથવાલે જણાવ્યું હતું કે, જે છેલ્લા 4 મહિનાથી હેલિકૉપ્ટર ચાલુ હતું એ સર્વિસમાં ગયું છે જેની જગ્યાએ અમારા અન્ય હેલિકોપ્ટરમાંથી બીજું હેલીકૉપ્ટર લાવવામાં આવ્યું છે. હાલ સેવા ચાલુ જ છે. રાઈડ માણવા માટે સામાન્ય રીતે 300થી 400 પ્રવાસીઓ આવતા હતા, પરંતુ હાલમાં 150 જેટલા જ પ્રવાસીઓ હવે આવવા લાગ્યા છે. જેની પાછળ ગરમી ઘણી છે, માટે પ્રવાસીઓ ઓછી સંખ્યામાં આવે છે. બાકી નક્કી કરેલા નિયમ મુજબ હેલીકૉપ્ટર સેવા કેવડિયા ખાતે ચાલુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details