- નવા વર્ષની ઉજવણી કરવા પ્રવાસીઓ કેવડિયા ઉમટ્યા
- SOPમાં પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારાઈ
- 2500થી વધારી 7 હજાર કરાઈ
નર્મદાઃ પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા 5 સ્લોટમાં વ્યૂહ ગેલેરીમાં 500-500ને એન્ટ્રી હતી, જેમાં રોજની 5500 કરવામાં આવી છે, એટલું જ નહીં ગુરૂવારથી ટોટલ 7000 પ્રવસીઓને પ્રવેશ મળશે.
કોરોના મહામારીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો
કોરોના વાઈરસના કારણે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કરફ્યૂં લગાવવામાં આવ્યું છે, ત્યારે લોકો 31 ડિસેમ્બરની ઉજવણી એટલે નવા વર્ષની ઉજવણી માટે કરફ્યૂં મુક્ત કેવડિયામાં આવી રહ્યા છે અને ઊજવણી માટે થનગનાટ કરી રહ્યા છે. જોકે, કોરોના મહામારીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરી SOU તંત્ર કોરોનાને નોતરી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.
નવા વર્ષની ઉજવણી કરવા પ્રવાસીઓ કેવડિયા ઉમટ્યા