ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલી રહેલા જંગલ સફારીમાં ત્રણ વિદેશી જાનવરોના મોત - Jungle safari in Cavadia with 375 acres

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલ જંગલ સફારીમાં ત્રણ વિદેશી જાનવરોના મોતને લઈને ખળભળાટ મચી ગયો છે. જો કે, વેટરનરી ડોક્ટર્સની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી PM કરાવી આ પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ પશુઓના મોતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ હાલ વહીવટી તંત્ર દ્વારા PM રિપોર્ટ બાદ જાણવા મળશે.

ETV bharat

By

Published : Nov 20, 2019, 5:22 PM IST

Updated : Nov 20, 2019, 7:03 PM IST

કેવડિયા ખાતે 375 હેક્ટરમાં બની રહેલ જંગલ સફારી વિવિધ 6 ઝોનમાં બનાવવામાં આવી રહ્યું છે. હાલ દેશ વિદેશથી લગભગ 1800 જેટલા પશુ પક્ષીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને આફ્રિકન જીરાફ, એમ્પાલા, ઓસ્ટ્રેલિયાથી આલ્ફા લામા, કાંગારૂ સહિત વિદેશી પક્ષીઓ પણ લાવવામાં આવ્યા હતા. જેમના ખોરાકથી લઈ મિનરલ પાણી સુધીની કાળજી લેવાતી હતી. પ્રતિ મિનિટ આ તમામ પશુઓ પક્ષીઓ વેટરનરી ઓફિસરોની ટીમ અને ટ્રેનરની નિગરાણીમાં રહેતા હતા.

જંગલ સફારીમાં ત્રણ વિદેશી જાનવરોના મોત

વાતાવરણની ઇફેક્ટને લઈને એક પછી એક એમ્પાલાની મૃત્યુ થઈ જેની સ્થાનિક સફાસરી પાર્કની ટીમે અંતિમ વિધિ કરી હતી. જેથી વન વિભાગ દ્વારા જેનું વેટરનરી ડોક્ટર્સ દ્વારા PM કરી જેનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હાલ અન્ય પ્રાણીઓ સ્વસ્થ છે. અને પ્રત્યેક મિનિટે તેમની પર વોચ રાખમાં આવી રહ્યી છે. હાલ તંત્ર અન્ય પ્રાણીઓની માવજત પર ફોકસ કરી રહ્યા છે. અન્ય પશુઓ પક્ષીઓ પણ આ વાતાવરણને અનુકૂળ રહી શકતા નથી જેથી કાળજી હજુ રાખવી જરૂરી બની છે.

Last Updated : Nov 20, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details