ગુજરાત

gujarat

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે કોરોના વાયરસનું થર્મલ ચેકીંગ

By

Published : Mar 8, 2020, 5:03 PM IST

Updated : Mar 8, 2020, 5:24 PM IST

દેશ વિદેશમાં હાલ કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે ફરવા આવનારા પ્રવાસીઆનું કોરોના વાયરસની દહેશતના પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસનું થર્મલ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. હોળીના તહેવારને કારણે અહીં પ્રવાસીઓ વધુ પ્રમાણમા આવતા હોઈ છે જેને પગલે આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

narmda
સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસનું થર્મલ ચેકીંગ

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાય રહ્યો છે. જેને લયને ચેકીંગ હાથ ધાર્યું હતુ. ત્યારે કોરોનાના લક્ષણો જો કોઈમાં દેખાશે તો તેને વધુ સારવાર માટે મોકલી આપવામાં આવશે. ઉધરસ, તાવ અને છીંકના લક્ષણો કોરોના વાયરસના છે પણ એવા કોઈ લક્ષણો ધરાવતા લોકો અહીં જોવા મળ્યા નથી.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે કોરોના વાયરસનું થર્મલ ચેકીંગ

ટેમ્પરેચરની હાલ બહારનું તાપમાન પણ વધુ છે. જેથી અહીં 20 થી 25 લોકોના ટેમ્પરેચર 100થી પણ વધુ આવ્યા છે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી આ તાપમાનને લીધે પણ હોઈ શકે છે.


Last Updated : Mar 8, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details