નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. આ ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરે પહોંચી છે.
નર્મદા ડેમ 138 મીટરની પૂર્ણ સપાટીએ ભરાયો, સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ - Narmada Dam
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. આ ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ નર્મદા ડેમ પર સ્ટેન્ડ બાઈ ગોઠવાઈ ગયા છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચ્યો છે, ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.
સરદાર સરોવરમાં હાલ પાણીની આવક 55,213 ક્યુસેક છે, તેમજ રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલતા હોવાથી 54,701 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. મુખ્ય કેનાલમાં 13,500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 5935 મિલીયન ક્યુબીક મીટર થયો છે. એટલે ચોક્કસ કહી શકાય કે, આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટશે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.