ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચીલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક સહિત ફૂડ કોર્ટ 10 ઓક્ટોબરથી ખુલ્લા મૂકાશે

કોરોના મહામારીના કારણે દેશના તમામ પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે અનલોક-5માં સરકારની ગાઇડલાઇન મુજબ ધીરે ધીરે પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. 1 ઓક્ટોબરથી જંગલ સફારી, પેટ ઝોન ખુલ્લું મુકાયું હતું. હવે સરકાર દ્વારા વિશ્વના પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લા મુકવામાં લીલીઝંડી મળતા 10 ઓક્ટોબરથી આ ત્રણેય પ્રવાસી સ્થળો ખુલ્લા મુકાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચીલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચીલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે

By

Published : Oct 8, 2020, 5:35 PM IST

નર્મદાઃ માર્ચ મહિનાથી કોરોના સંક્રમણને કારણે પ્રવાસન સ્થળોમાંનું એક સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. જો કે, હાલમાં સરકારની ગાઇડલાઇન મુજબ એક બાદ એક પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકાઇ રહ્યાં છે. વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લા મુકાશે. આ માટે COVID-19ની સ્થિતિને ધ્યાને લઇને કેટલાંક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચીલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે

ધારાધોરણ પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. એક સ્લોટ એક કલાકનો રહેશે. દર કલાકે 60 વ્યક્તિઓને પ્રવેશ અપાશે. સમગ્ર દિવસ દરમ્યાન માત્ર 600 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનો સમય સવારે 10:30થી રાતના 08:30 સુધીનો રહેશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં COVID-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. પાર્કમાં પ્રવેશ સમયે તથા ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details