ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદને વધાવવા સજ્જ છે સરદારની પ્રતિમા - monsoon

ન્યૂઝ ડેસ્કઃ નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે 2300 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીને 31 ઑક્ટોબરે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે ભવ્ય કાર્યક્રમો યોજાશે, જેના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મેઈનટેનન્સ હજુ પણ એવું છે કે નહીં તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.

Photo

By

Published : Jul 15, 2019, 8:12 PM IST

182 મીટર ઉંચી આ પ્રતિમામાં વરસાદ દરમિયાન પાણી લીકેજ થવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે, આ અંગે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા વ્યૂઈંગ ગેલેરીનું નિર્માણ એ પ્રકારનું જ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, પ્રતિમાની અંદર કે, વ્યુઈંગ ગેલેરીમાં કોઈપણ પ્રકારનું લીકેજ નથી.

વ્યૂઈંગ ગેલેરીમાં ઘુસ્યા હતા પાણી

આ પ્રતિમાને એક વર્ષ પૂર્ણ થવાને આરે છે ત્યારે, L&T કંપની દ્વારા સુરક્ષાના તમામ મેઝરમેન્ટ લેવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ગેલેરીનું નિર્માણ જ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે, જેથી મુલાકાતીઓ આસપાસના સુંદર અને રમણીય નજારાને વગર કોઈ અડચણે માણી શકે. કુદરતી રીતે જ આટલી ઉંચાઈએ જો જોરથી પવન ફૂંકાય તો વ્યૂઈંગ ગેલેરીમાં પાણી ભરાય જ, પરંતુ આ પાણીના નિકાલ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોમાસાની ઋતુમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારેથી અતિ ભારે વરસાદનું સ્વાગત કરવા અડિખમ એવરેસ્ટની જેમ ઉભી રહેશે.

ABOUT THE AUTHOR

...view details