ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમામ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ ફરજિયાત, આજે 150માંથી 3 પોઝિટિવ આવ્યા - Corona Test mandatory for Statue of Unity

નર્મદા જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરમાં વધારે પડતા પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા હતા. રવિવારના રોજ સ્થાનિક પ્રશાસન દ્વારા કુલ 150 પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 3 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમામ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ ફરજિયાત, આજે 150માંથી 3 પોઝિટિવ આવ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમામ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ ફરજિયાત, આજે 150માંથી 3 પોઝિટિવ આવ્યા

By

Published : Apr 18, 2021, 7:46 PM IST

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત
  • રવિવારના રોજ મુલાકાતે આવેલા 150 પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા
  • 11 પ્રવાસીઓ પૈકી 3નો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ 11ને પ્રવેશથી વંચિત રખાયા

કેવડિયા: સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં નર્મદા જિલ્લામાં પણ વધારે પડતા કોરોના કેસ નોંધાતા તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા તમામ લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે. રવિવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા 150 પ્રવાસીઓ પૈકી 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમામ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ ફરજિયાત, આજે 150માંથી 3 પોઝિટિવ આવ્યા

અમદાવાદથી આવેલા 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ

નર્મદા જિલ્લામાં હાલ રોજ સરેરાશ 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે. જેને લઈને નર્મદા જિલ્લાના આરોગ્ચ વિભાગની એક ટીમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈનાત કરવામાં આવી છે. જે તમામ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ કરતી હોય છે અને પ્રવાસીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે. જોકે, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા 11 લોકો પૈકી 3નો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ 11 લોકોને એન્ટ્રી આપવામાં આવી ન હતી.

ABOUT THE AUTHOR

...view details