રાજપીપળાના સરકારી ઓવારાના પગથિયાં ગામની મહિલાઓ માટે કપડાં ધોવા સહિત ગણેશ વિસર્જન જેવા તહેવારોમાં ખુબ કામ આવતા હતા. પરંતુ ઘણા વર્ષોથી ઓવારાના પગથિયાં તૂટી ગયા છે. ત્યાં ઉભું રહેવું પણ જોખમી છે. વર્ષોથી તૂટેલા બાકીના પગથિયાંની મરામત કરવામાં આવી નથી.
રાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના પગથિયાં પાસે પુરાણ થતા લોકોમાં રોષ
નર્મદા: રાજપીપળા શહેર ઐતિહાસિક ઇમારતો અને કુદરતી સૌંદર્ય બાબતે જાણીતું છે. રાજપીપળામાં અનેક ફિલ્મો અને સિરિયલોનું પણ અવાર નવાર શુટિંગ કરવામાં આવે છે. હાલમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના કારણે વિશ્વ ભરમાં નોંધ લેવાઈ છે. પરંતુ તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારતો કે સરકારી ઓવારા જેવી બાબતે એકદમ ઉદાસીન વલણ અપનાવાયું છે. S.T ડેપો પાછળ આવેલા ઐતિહાસિક ઓવારાની નુકસાન થઈ રહ્યું છે.
ત્યાં હાલમાં એક પગથિયું પર રોડ બનાવવા પુરાણની કામગીરી ચાલું કરવામાં આવી છે. ત્યારે ઢંકાઈ જશે માટે સ્ટેટ સમયના આ ઓવારાનું નજીકના સમયમાં કોઈ અસ્તિત્વ જ રહેશે નહીં. ત્યારે આવનારી આપણી પેઢી માટે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતો જાણે એક સ્વપ્ન બનીને રહી જશે એમ લાગી રહ્યું છે.
રજવાડી નગરી રાજપીપળાના ઐતિહાસિક ધરોહરોને જાળવવા કરતા તંત્ર ધીમે ધીમે વિનાશ કરી રહ્યું છે. લોખંડની ચેનોથી બાંધીને ઉંચા રખાયેલા આ ઓવારો તૂટી જતા જેને રીપેર કરવાને બદલે હવે તો પુરાણ કરી દેવા માંડ્યા ત્યારે આને વિકાસ કહેવાય કે, વિનાશ કહેવાયની બાબતે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક રહીશોએ ગાંધી ચીંધ્યો માર્ગની ચીમકી આપી છે.