મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોધશે. જેના માટે 450x150 મીટર નો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોધશે - public meeting
કેવડિયા: નર્મદા નદી પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે, ત્યારે આ ઐહસિક ઘડીની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. 17 સપ્ટેમબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. આ તકે તેઓ ગુજરાતમાં આવશે અને ઉજવણી કરશે તેમજ વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોઘશે
જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના અંદાજીત 10 હજાર થી વધુ લોકોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધશે. જે અંગે તમામ બાબતોની ચોકસાઈ રાખવા જિલ્લા કલેકટર ટીમ સાથે વિઝીટ કરી રહ્યા છે. સાથે જ પોલીસે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવસીઓને પણ જાહેરસભાનો લાભ મળી શકશે.