લોકશાહીના સુદ્રઢીકરણ અને મતદાર જાગૃત્તિ માટે સતત બે દિવસ માટેના સંયુક્ત મનોમંથન બાદ તેના સુફળ આગામી દિવસોમાં ચૂંટણી પ્રશાસનને જોવા મળશે તેવો મત વ્યક્ત કરતા, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના વડા ડૉ. વરેશ સિંહાએ દેશના ૨૨ રાજ્યોમાંથી કોન્ફરન્સમાં હાજર રહેલા ચુંટણી કમિશ્નરોને અમૂલ્ય સૂચનો આગામી કામગીરીમાં ઉપયોગી સાબિત થશે.
કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેકશન કમિશ્નર્સની કોન્ફરન્સ પૂર્ણ
નર્મદાઃ જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત બે દિવસીય ૨૮મી અખિલ ભારતીય ચૂંટણી કમિશ્નરોની કોન્ફરન્સ કેવડીયાના ટેન્ટ સિટી ખાતે સંપન્ન થઇ હતી.
ગુજરાતનાં યજમાનપદે આયોજિત આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે એનટીસી દિલ્હી અને યુટી ચંદીગઢના સ્ટેટ ઇલેક્શન કમિશનર એસ.કે.શ્રીવાસ્તવે વિવિધ રાજ્યોનાં ચૂંટણી કમિશનરોની કોન્ફરન્સ ચૂંટણી પ્રક્રિયા માટે માર્ગદર્શક બની રહ્યુ હતું. બે દિવસીય કોન્ફરન્સના સમાપન બાદ સરદાર પટેલની વિરાટ પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વોલ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના અધિક કલેક્ટર સંજય જોશી દ્વારા સ્ટેચ્યુ નિર્માણની તકનીકી બાબતોથી માહિતગાર કરાયા હતાં.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન વ્યુઇંગ ગેલેરી ખાતેથી કુદરતી નજારાનો આનંદ માણ્યો હતો. મ્યુઝિયમમાં સરદાર સાહેબના જીવન કવનને લગતી પ્રદર્શની-લાયબ્રેરી તથા પીક્ચર ગેલેરીમાં સરદાર સાહેબનાં જીવનને આલેખતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે આ મહાનુભાવોએ વેલી ઓફ ફ્લાવર્સની પણ મુલાકાત લીધી હતી.