ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં સૌથી વધારે વૃદ્ધ મતદાતાઓ, હજી પણ મતદાન માટે છે ઉત્સાહી

નર્મદા : ભૂતકાળની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો મોખરે રહ્યો છે. આ જિલ્લામાં જાગૃત નાગરિકો થકી જિલ્લો મતદાન કરવા બાબાતે અવ્વલ કહ્યો છે. ત્યારે આગામી ૨૩મી એપ્રિલ ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં આયખાની સદીએ પહોચેલાં તેથી વધુ વયના જિંદગીનું અણનમ બેટીંગ કરતાં આશરે ૬૬ જેટલા વડીલ મતદારો નોંધાયા છે.

વૃદ્ધ મતદાતાઓ

By

Published : Apr 12, 2019, 1:20 PM IST

આ બા-દાદા સમાન મતદારોની આદરભરી કાળજી લેવાનો અને જે તે વિસ્તારના BLOના માધ્યમથી આવા મતદારોને મતદાન માટે જરૂરી સહાયરૂપ થકી તેમનું મતદાન સુવિધાપૂર્ણ બનાવી જિલ્લામાં મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આઇ.કે.પટેલના દિશા-નિર્દેશથી જિલ્લા ચૂંટણી તંત્રએ સંકલ્પ કર્યો છે. નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની અદ્યતનીકરણની થયેલી કામગીરી સંદર્ભે મતદાર યાદીમાં નોંધાયેલા આશરે ૬૬ જેટલા આ શતાયુ મતદારોમાં નાંદોદ વિધાનસભામાં-૨૭ અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં-૩૯ જેટલા મતદારોનો સમાવેશ થાય છે.

વૃદ્ધ મતદાતાઓ

જિલ્લાના આ ૬૬ શતાયુ મતદાર યાદીના આ શતાયુ વડીલજનોમાં ૩૬ મહિલાઓ અને ૩૦ પુરુષો છે જિલ્લાના આ શતાયુ મતદારોની સાથો સાથ પોતાના આયખાના નવ દશકા વટાવીને શતાયુની આરે લગોલગ પહોચેલાં અન્ય વડીલ મતદારો આ વખતની ચૂંટણીમાં પણ મતદાન માટે પૂરી તત્પરતા સાથે સંકલ્પબધ્ધ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details