ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા: જંગલ સફારીમાં પ્રાણીઓ મરી રહ્યાં છે, તે અંગે વન પ્રધાન ગણપત વસાવાનો ખુલાસો

નર્મદા: રાજ્યના વન પ્રધાન ગણપત વસાવાએ ખુલાસો કરતા કહ્યું કે, નર્મદા જિલ્લામાં આકાર લઇ રહેલ જંગલ સફારી ખાતે લાવવામાં આવી રહેલા પ્રાણીઓ મરી રહ્યા છે. આમ તો જંગલ સફારી બનાવા માટે સાત આઠ વર્ષ જેટલો સમય લાગે છે.

safari
જંગલ સફારી ખાતે લાવવામાં આવી રહેલ પ્રાણીઓ મરી રહ્યા છે તે અંગે ખુલાસો કરતા વન પ્રધાન ગણપત વસાવા

By

Published : Dec 15, 2019, 4:32 PM IST

Updated : Dec 15, 2019, 5:25 PM IST

સરદાર સરોવર નિગમ અને વનવિભાગ ગુજરાતના સહયોગથી આ સફારી પાર્ક માત્ર 6 મહિનામાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને અહીં વિદેશી પ્રાણીઓ બે તબક્કામાં લાવ્યામાં આવ્યા હતા.

જંગલ સફારી ખાતે લાવવામાં આવી રહેલ પ્રાણીઓ મરી રહ્યા છે તે અંગે ખુલાસો કરતા વન પ્રધાન ગણપત વસાવા

જેમાં પ્રથમ તબબકામાં આવેલ ત્રણ પ્રાણીઓનું મોત થયું છે, પરંતુ આ પ્રાણીઓની તમામ જવાબદારી સપ્લાયરની હતી અને સપ્લાયરની કેટલીક ભૂલોને કારણે જ આ પ્રાણીઓના મોત થયા હતું અને તેનું પેમેન્ટ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી છતાં પુરે તકેદારી રાખવામાં આવી રહી છે.

Last Updated : Dec 15, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details