ઉપરવાસમાં પડી રહેલા સાંબેલાધાર વરસાદના કારણે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ૧૩૩.૮૮ મીટરે પહોંચવા પામી હતી. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી અને બુધવારના રોજ પણ નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં સાડા છ લાખ ક્યુસેક પાણી છોડવામા આવનાર હોવાથી તેને અગમચેતી રૂપે ડિઝાસ્ટર કલેક્ટર કચેરી વડોદરા અને મદદનીશ કલેક્ટર દ્વારા શિનોર તાલુકા વહીવટી તંત્રને અગમચેતીના ભાગરૂપે નર્મદા કાંઠા પરના ગામોના લોકોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન અને નર્મદા નદીમાં સતત થઈ રહેલા પાણીની આવક પર સતત નજર રાખીને સ્થળ પર પહોંચીને પાણીનું લેવલનું નિરીક્ષણ કરવા તાકીદ કરવા આવી હતી. જેને અનુલક્ષીને શિનોર મામલતદાર ભરતસિહ.જી.મકવાણા, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાની ટીમ નર્મદા નદીના કાંઠે રૂબરૂ પહોંચીને સતત વધી રહેલા પાણી લેવલનું નિરીક્ષણ કરીને દર કલાકે નર્મદા કાંઠાના હાઈ એલર્ટ કરાયા ગામોના સરપંચ, તલાટી કમ મંત્રીને સૂચનાઓ આપવામાં આવી રહી છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારોને હાઇએલર્ટ - કેવડિયા કોલોની
નર્મદાઃ જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ૧૩૩ .૮૮ મીટરે પહોંચતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. જેમાં શિનોર નર્મદા કાંઠાના દરિયાપુરા, મોલેથા, કંજેઠા, શિનોર, માલસર સહિત ૧૧ ગામનો સમાવેશ થાય છે. ગામને અગમચેતીના ભાગરૂપે તાલુકા વહીવટી તંત્ર દ્વારા હાઈએલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડતા પહેલા નિચાણવાળા વિસ્તારોને હાઇએલર્ટ
શિનોર નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર સાડા છ લાખ ક્યુસેક પાણીના કારણે નર્મદા નદી ગાંડીતુર બનવાની શકયતાઓ સેવાઈ રહી છે. ત્યારે શિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે નદી કાંઠાના ગામોને હાઈ એલર્ટ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારીની અનુલક્ષીને શિનોર તાલુકા વહીવટી તંત્ર કટિબંધ હોવાનું શિનોર મામલતદાર ભરતસિહ .જી.મકવાણા દ્વારા જણાવ્યું હતું.