ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળા પાલિકાની પઠાણી ઉઘરાણીઃ 2 લાખની વસુલાત, 5 દુકાનો સિલ

નર્મદાઃ રાજપીપળા નગર પાલિકામાં બાકી વેરો નહીં ભરનારા અમુક મિલકતદારો પર હાલ પાલિકા ચીફ ઓફિસર અમિત પંડ્યાએ કોઈની પણ શરમ વિના કાયદાનો કોયડો વિંઝવાનું શરૂ કર્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 26, 2019, 3:48 PM IST

શનિ-રવિની રજામાં પણ પાલિકાની ટીમે જેના વેરા બાકી હોય તેનાપર તવાઈ બોલાવી હતી. જેમાંઆદિત્ય કોમ્પ્લેક્ષઅને સંતોષ ચોકડી પાસે પાંચ દુકાનોને સીલ કરીહતી. જે દુકાનદારોએ સ્થળ પર વેરો ભરી દીધો એવા દુકાનદારોને છોડી દેવામાં આવ્યા હતા. પાલિકાની આ કડક કાર્યવાહીથી વેપારીયોમાં ભય ફેલાયો હતો.

રાજપીપળા નગરમાં દુકાનો ધરાવતા દુકાનદારો દ્વારા છેલ્લા એક વર્ષથી વધુ સમયનો વેરો બાકી નીકળતા સાથે પાંચ હજાર કરતા વધુ બાકી રકમના દુકાનદારો પર કડક કાર્યવાહી શરુ કરી હતી. જેમાં અમુક કોમ્પ્લેક્ષ કે અન્ય જગ્યાઓ પર દુકાન ધરાવતા મિલકતદારોની દુકાનોને સીલ મારવા પાલિકા ટિમ કામગીરી શરૂ કરી હતી. જેમાં બે દિવસમાં પાંચ જેટલી દુકાનોને સીલ મારતા દુકાન દારોમાં પણ ફાફળાટ ફેલાયો હતો.

કેટલાક મિલકતદારોએ સીલ મારવા જતા પાલિકાના કર્મચારીઓને સ્થળ પર જ પોતાની બાકી રકમ ચૂકવી દીધી હતી. જ્યારે કેટલાકની દુકાનોને સીલ કરવામા આવીહતી. આવા સ્થળ પર ભરાયેલી રકમ અને પાલિકા પર જઈને ભરાયેલી રકમ સાથે 2 લાખ જેટલી રકમ પાલિકાએ બે દિવસમાં વસુલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details