ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળામાં માઁ હરસિધ્ધિના દરબારમાં લાખો ભાવિકોએ શીશ ઝુકાવ્યું

નર્મદા: આસોસુદ આઠમ નવરાત્રની આઠમ કહેવાય છે અને આજનો દિવસ નર્મદા જિલ્લાના રાજપીપલા માટે ઐતિહાસિક એટલા માટે છે કે આજના આ દિવસે 417 વર્ષ પહેલા માઁ હરસિધ્ધિ અહીંના રાજવી રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા. અને એ દિવસ હતી સંવત 1657ની આસોસુદ આઠમ અને મંગળવાર અને તેથી જ આજના દિવસે રાજપીપળામાં માઁ હરસિધ્ધિ ના દરબારમાં લાખો ભાવિકો શીશ ઝુકાવવા આવે છે અને માં સહુની મનોકામના પુરી કરે છે એટલું જ નહિ વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને ઇતિહાસમાં વર્ણવ્યા મુજબમાં હરસિદ્ધિ સાક્ષાત વાઘ પર બિરાજમાન થઇને રાજપીપલા આવ્યા હતા.

Narmada

By

Published : Oct 6, 2019, 11:05 PM IST

આ મંદિરે આજે પણ માઁ હરસિધ્ધિને વાઘ પર બેસાડવામાં આવે છે અને રજવાડી સમયના સોનાના શણગાર પણ માને પહેરાવવામાં આવે છે, ત્યારે આજની સવારની આરતીમાં ભક્તોની ભીડ જામે છે. કહેવાય છે કે, આજના દિવસે માઁ હરસિધ્ધિ રાજપીપલા ખાતે આવ્યા હતા. તે સમય અને વાર મુજબ આઠમ આવતા માઁના મંદિરે જે કોઈ ભક્ત પોતાની ઈચ્છા મુજબ મનોકામના રાખે છે જે માઁ પૂર્ણ કરે છે.

રાજપીપળામાં માઁ હરસિધ્ધિના દરબારમાં લાખો ભાવિકોએ શીશ ઝુકાવ્યા

ABOUT THE AUTHOR

...view details