ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી

નર્મદાઃ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડા બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે શુક્રવારે બીજા દિવસે તેમણે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી હતી.

ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

By

Published : Jul 20, 2019, 1:28 PM IST

સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત દરમિયાન તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને મહામંત્રી ભરતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મધ્યપ્રદેશ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર ખેડૂત વિરોધી છે. કોંગ્રેસની તમામ સરકારો ખેડૂત વિરોધી રહી છે. ખાસ કરીને નર્મદા બંધના વિરોધી રહ્યાં છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર હતી, છતા નર્મદા પર બંધ બાંધવાની મંજૂરી આપી નહોતી. ગુજરાતને પાણી આપવાના મુદ્દે પણ મધ્યપ્રદેશ સરકાર આનાકાની કરી રહી છે. ત્યારે તેની સામે અમે ઉગ્ર આંદોલન કરીશું.

સ્ટેચ્યુ ઓફ યૂનિટી માટે જે. પી. નડ્ડા 9ઃ30 કલાકે પાસેના હેલીપેડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંસદો અને આગેવાનોએ આદિવાસી કડાં કંદોરોએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

જે.પી. નડ્ડાએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતનો પ્રવાસ કરી પોતાને ધન્ય માનું છું. પક્ષે મને તક આપી તે માટે તેમનો આભાર માનું છું. સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોઈ ભારતના પ્રત્યેક નાગરિકને ગર્વ થાય છે. આ તીર્થસ્થાન છે. ઘણા સમયથી આદિવાસી વિસ્તારથી વિકાસથી વંચિત હતા. વડાપ્રધાન મોદી તેમને વિકાસની ધારામાં સમાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details