સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા બંધ અને વિયર ડેમ સુધીના નર્મદા નદીના પટના પથ્થરો કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જગ્યા પર 6 મહિનામાં સ્ટેચ્યુની આજુબાજુમાં મોટા રોક દૂર કરી કેપ્સ્યુલ બોટ શરૂ કરાશે અને 12 કિ.મી. લાંબા સરોવરની રચના કરાશે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં નર્મદા નદીના પટ્ટમાં આવેલાઉંચા ઉંચા પથ્થરોને તોડી નદીનો પટસમતલ બનાવવા12JCBને કામે લગાડવામાં આવ્યા છે. આગામી છ મહિનામાં સ્ટેચ્યુની આજુબાજુના વિસ્તારમાં પથ્થરો તોડી પાણી ભરાશે અને પછી કેપ્સ્યુલબોટ ફરશે એક બાજુ ચાલતા સ્ટેચ્યુ જોવા જવાશે બીજી બાજુ કેપ્સ્યુલ બોટ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળે તેવું આકર્ષણ ઊભુ કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકર્ષક બનાવવા નર્મદાના પટના પથ્થરો કાઢવાની તૈયારીઓ શરૂ
નર્મદાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. ત્યારે પ્રવાસન કેન્દ્ર દ્વારા હજુ વધારે પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક આકર્ષણો ઊભા કરવામાં આવશે. જેની તડામાર તૈયારીના ભાગરુપે નદીના પટને સમતલ બનાવવા 12 જેટલા JCB કામે લગાડવામાં આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા બંધથી 12 કિ.મી. દૂર ગરુડેશ્વર ખાતે બની રહેલા વિયર ડેમ કમ કોઝવે સુધી 12 કિ.મી.લાબું અને 35 મીટર ઉંડુ સરોવર બનશે. જેમાં બંને તરફ નર્મદા ઘાટ બનશે અને આ ઘાટ પરથોડે થોડે અંતરે સ્પીડ બોટિંગ, સ્કૂટર બોટિંગ, પેડલ બોટિંગ ટબ અને ટ્યુબ બોટીંગ સહીતની વિવિધ રાઇડ્સો મુકવામાં આવશે. જેને લઈને નર્મદા નદીમાં હાલ મોટા મોટા રોકને તોડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગઈ છે.