નર્મદા : જિલ્લાની ડેડીયાપાડા, નાંદોદ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોના (Mallikarjun Kharge visited Narmada) પ્રચાર માટે પ્રથમ જાહેરસભા ડેડીયાપાડામાં રાખવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા ડેડીયાપાડા સભા સ્થળ પર પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા નાંદોદ અને ડેડીયાપાડા બંને વિધાનસભા બેઠક માટે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે PM મોદી પર આડેહાથે લીધા હતા. (Gujarat Election 2022)
ડેડીયાપાડામાં ખડગેેએ સભા ગજવીને કહ્યું, તમારી કોક ચા તો પીવે છે, મારી કોઈ નથી પીતું - Assembly
નર્મદાની ડેડીયાપાડા નાંદોદ બેઠક ફતેહ કરવા કોંગ્રેસે સભા (Mallikarjun Kharge sabha in Dediapada) ગજવી હતી. સભામાં મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત હાજર (Mallikarjun Kharge visited Narmada) રહ્યા હતા. સભામાં ખડગે કહ્યું કે, તમારી તો ચા પણ લોકો પીએ છે. અમારી તો કોઈ ચા પણ પિતા નથી. (Gujarat Assembly Election 2022)
PM વાંરવાર ગુજરાત આવે છે મલ્લિકાર્જુન ખડગે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, વડાપ્રધાન વારે વારે ગુજારતા આવી રહ્યા છે. જો પ્રજાને શુશાન આપ્યું હોત તો આ લોકોને આવાની જરૂર ના પડત, અહીં નાના ઉદ્યોગ પણ બંધ થઈ ગયા છે. રાહુલ ગાંધી આખા દેશમાં યાત્રા કરી રહ્યા છે. તેમાં ગુજરાત પણ આવી જાય છે. આમ નાગરિક વિચારે છે કે દેશમાં ભાઈચારો રહે પણ તે બીજેપીના રાજમાં નહીં રહે. કોંગ્રેસનું રાજ આવશે તો 500 રૂપિયામાં સિલિન્ડર આપવાનો વાયદો કોંગ્રેેેસે કર્યો છે. એક મોકો કોંગ્રેસને આપશો તો મોદીને પણ ચિંતા થશે. 10 લાખનો ઈલાજ ફ્રી માં જ આપીશું. જ્યારે અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, ગુજરાતની માટે જ નહીં પણ આખા દેશ માટે આ ચૂંટણી મહત્વની છે. (Congress National President Mallikarjun Kharge)
બીજું એન્જિન લગાવવું જોઈએ ખડગે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર 27 વર્ષથી (Mallikarjun Kharge sabha in Dediapada) રાજ કરે છે. 27 વર્ષમાં જનતાની સમસ્યાનો નિકાલ ના કરી શકે તો 5 વર્ષ પછી સત્તા પરથી કાઢી મુકવી જોઈએ. ડબલ એન્જિન બહુ વર્ષોથી ચાલે છે, ડબલ એન્જિન લગાવ્યા પછી જો ગાડી ના ચાલે તો બીજું એન્જિન લગાવવું જોઈએ. કોંગ્રેસ પાર્ટી કે જેને દેશને બનાવ્યો. કોંગ્રેસના સમયમાં જે કામ થાય તે મજબૂતીથી થયા છે. મજબુતથી કામ કર્યું તો પણ પૂછે છે, 70 વર્ષમાં શું કામ કર્યું છે. અમિત શાહ લોકો પૂછી રહ્યા છે. અમે તો અછૂતોનું છીએ. તમારી તો ચા પણ લોકો પીવે છે. અમારી તો કોઈ ચા પણ પિતા નથી. જુઠાઓના સરદાર છે. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને ગાંધીજીએ આઝાદી અપાવી છે. વોટને લીધે આંબેડકર અને સરદાર પટેલને ભાજપ નમન કરે છે. (Gujarat Assembly Election 2022)