ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરુડેશ્વર પાસે ટેન્ટ સિટી તોડી પાડવા કલેકટરનો હુકમ, 30 ટેન્ટ તોડી પાડવાનો આદેશ

નર્મદાઃ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશ અને વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને સરકાર પ્રવાસીઓની સુવિધા માટે અનેક પ્રોજેક્ટો પણ લઇ આવી રહી છે. પરંતુ, નર્મદા જિલ્લા તંત્ર દ્વારા જ એક ખાનગી સંસ્થા દ્વારા બનાવવામાં આવતું ટેન્ટ સીટીને પાડી દેવાની નોટિસ આપતા નર્મદા જિલ્લાના થઈ રહેલ વિકાસના આડે જ તંત્ર આવ્યું છે.

By

Published : Jul 28, 2019, 6:24 AM IST

NMD

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓના રાત્રી રોકાણ માટે કચ્છ યાત્રા નામની સંસ્થાએ ગરુડેશ્વર પાસે યુનિટી ટેન્ટ સિટી શરુ કરી હતી. જેમાં, 30 જેટલા ટેન્ટ બનાવવામાં આવ્યા હતા. જેને તોડી પાડવા જિલ્લા કલેકટરનો હુકમ કરતા સંચાલકોમાં દોડ ધામ મચી હતી. ગરુડેશ્વર ગામ પાસે રોડ પર આવેલા સ્વામિનારાયણ સંસ્થા કેવડિયાએ ગૌશાળા માટે આ જમીન વર્ષો પહેલા લીધી હતી. જેમાં યુનિટી ટેન્ટ સીટી બનાવવામાં આવી હતી.

ગરુડેશ્વર પાસે યુનિટી ટેન્ટસિટીના 30 ટેન્ટ તોડી પાડવા જિલ્લા કલેકટર નો હુકમ

હજુ શરૂઆત થાય તે પહેલાં જ આ ટેન્ટ સીટી તોડી પાડવાનો હુકમ જિલ્લા કલેકટરે કરતા મામલતદાર ગરુડેશ્વરની ટીમ JCB મશીન લઈને નાશ કરવા પહોંચી હતી. જેથી ટેન્ટસિટીના સંચાલકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરતા 48 કલાકમાં જાતે જ ટેન્ટ ખસેડી લેવાનો સમય આપ્યો છે. આ બાબતે ગૌશાળાની જમીનમાં કોમર્શિયલ ટેન્ટ બનાવી ધંધો કરવાના હોય જેથી શરત ભંગ બાબતની નોટિસ 1 મહિના પહેલા આપવામાં આવી હતી.

આમ, છતાં કોઈ કાર્યવાહી ન કરતા હાલ 48 કલાકમાં ટેન્ટ સિટી સ્વૈચ્છિક હટાવી દેવા તંત્ર એ મુદત આપી છે. જોકે, આ બાબતે સંચાલકોએ રોષ ઠાલવ્યો હતો કે અમે વાઇબ્રન્ટ માં mou કર્યા, પ્રવાસન વિભાગે સ્થાનિક તંત્રને બનતી મદદ કરવા સૂચના લેખિતમાં આપી અને જે પત્ર બાબતે સંચાલકોએ મંજૂરી માગી હતી. આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનીકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details