સોમવારથી હેલીકૉપટર અચાનકગાયબ થઇ ગયું છે.મંગળઅને બુધવારનાપ્રવાસીઓ મોટી સંખ્યામાં હેલીકૉપ્ટરનો નજારો માણવા ગયા પણ હેલીકૉપટર ગાયબ હતું. તો આ હેલીકૉપ્ટરક્યાં ગયું, એક હેલીકૉપ્ટર નચાલે તો બીજુ તાત્કાલિક લાવી દેવાશે. પરંતુ હેલીકૉપ્ટરની સેવા બંધ થશે નહિ જે બાબતની શરતે પ્રવાસન વિભાગે આ સેવા માટેનો કોન્ટ્રાકટ આ ખાનગી એજન્સીને આપ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હેલીકૉપ્ટર સેવા ઠપ, પ્રવાસીઓને ધરમના ધક્કા - AMD
નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધનો આકાશી નજારો પ્રવાસીઓ નિહાળી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા એક ખાનગી એજન્સીને હેલીકૉપ્ટર સેવા શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ સેવાથી પ્રવાસીઓમાં ઘણું આકર્ષણ ઉભું થયું હતું અને 2900 રૂપિયામાં એક ટિકિટ મળી રોજના લાખો રૂપિયાની આવક થતી હતી. પરંતુ હાલ કેવડિયા કોલોની ખાતે છેલ્લા ત્રણ દિવસથી હેલીકૉપ્ટર સેવા બંધ થઇ જતા પ્રવાસીઓને ધરમના ધક્કા થઈ રહ્યા છે.
પરંતુ ચૂંટણી સમયે હેલીકૉપટરો ભાડે આપવા અને કમાણી કરવા માટે ખાનગી એજન્સી નર્મદા બંધ સ્ટેચ્યુ પરઆવનારા પ્રવાસીઓને ભુલી ગાયા છે. ત્યારે આ સેવારાબેતા મુજબ ચૂંટણી બાદ ફરી શરૂ થશે એવું લાગી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીનોમાહોલ ચાલી રહ્યો છેઅને રાજકીય પાર્ટીઓના મોટા નેતાઓ, મંત્રીઓ સેલિબ્રિટીઓ જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચાર કરવા જાય ત્યારે આ હેલીકૉપ્ટરનો ઉપયોગ કરે છે.આ કેવડિયાનું હેલીકૉપ્ટર પણ એ સેવામાં લાગ્યું હોય એવી શક્યતાઓ લાગી રહી છે. સ્થાનિક તંત્રને પૂછપરછ કરતા ટેક્નિકલ ખામી અને રૂટિંગ ચેકીંગ કરવા માટે લઇ જવાયું છે એવુું જાણવા મળ્યું હતું પણ ચૂંટણીમાં હેલીકૉપ્ટરનો ઉપયોગ થઇ રહ્યો છે. એ વાત પણ નકારી શકાય તેમ નથી.