સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે હવે નર્મદામાં આવતા પ્રવાસીઓને અનેક પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળશે. જે માટે 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ સરકારે શરૂ કર્યું છે. આ પાર્કમાં દરેક રાજ્યના પ્રાણીઓ રાખવામાં આવશે. હાલ નર્મદા જિલ્લાના ઉમેરવા જોશી ગામ ખાતે વનવિભાગ દ્વારા ડિયર બ્રીડીંગ સેન્ટર બનાવવા આવ્યું છે, જેમાં નર્મદા જિલ્લાંના એક નર અને માદા હરણને લાવવામાં આવ્યા હતા.
કેવડીયામાં ડીયર બ્રીડીંગ સેન્ટરમાં એક નર અને માદા હરણનું આગમન
નર્મદાઃ વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદાનું કેવડીયા ગામ અનેરી ઓળખ ધરાવે છે. રાજ્યમાં નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવે છે. અહીં સાતપુરાની ગિરીમાળા, કંડલા અને કુદરતી સૌંદર્ય વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ત્યારે તંત્ર દ્વારા વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષાય તે માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે.
ડીયર બ્રીડીંગ સેન્ટર
ડીયર બ્રીડીંગ સેન્ટરની પુરેપુરી કાળજી પણ લેવામાં આવી રહી છે. આકરા ઉનાળાના તાપમાં પણ તમામ ડિયર (હરણો ) તંદુરસ્ત છે. અને કોઈ જંગલી પ્રાણીઓ આ હરણનો શિકાર ન કરી જાય તે માટે 20 એકર જમીનમાં મજબૂત ફેસિંગ પણ કરવામાં આવી છે. સફારી પાર્કનું કાર્ય પૂર્ણ થતા જ તમામ હરણને પ્રવાસીઓ માટે ત્યાં રાખવામાં આવશે.