ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ડેમ ઓવર ફલો, કાંઠા વિસ્તારના 24 ગામોને કરાયા એલર્ટ

નર્મદાઃ નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નવી પાણીની આવક થતા વડોદરા જિલ્લા તેમજ નર્મદા કાંઠાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમ

By

Published : Aug 9, 2019, 10:40 AM IST

સરદાર સરોવર બંધમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા સહીત કાંઠાના કુલ 24 ગામોને સાવધ રહેવા અને તકેદારી રાખવાની સૂચના આપી છે. આ તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને ગ્રામજનોને સાવધાન કરવા જણાવાયું છે. લોકોને ખાસ કરીને નર્મદા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા સુચવા અપાઇ છે.

ABOUT THE AUTHOR

...view details