ગુજરાત

gujarat

ETV Bharat / state

Adi Bazaar at SOU : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આદિ બજાર પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર - ટ્રાઇફેડ ચેરમેન રામસિંહ રાઠવા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતું એક પ્રદર્શન (Adi Bazaar at SOU )યોજાયું છે. આદિ બજાર વિશે વધુ જાણવા ક્લિક કરો.

Adi Bazaar at SOU : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આદિ બજાર પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
Adi Bazaar at SOU : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આદિ બજાર પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

By

Published : Mar 29, 2022, 5:52 PM IST

નર્મદા -આદિબજારોની શ્રેણી સાથે સુસંગત રહેતાં, આદિવાસી સંસ્કૃતિ અને ભોજનની ભાવનાની ઉજવણી એકતાનગર ખાતે કરાઇ છે. 26મી માર્ચથી શરૂ થયેલા અને 5મી એપ્રિલ સુધી ચાલનાર 11 દિવસીય ભવ્ય પ્રદર્શનનો (Adi Bazaar at the Statue of Unity) શુભારંભ ટ્રાઇફેડ ચેરમેન રામસિંગ રાઠવા (Trifed Chairman Ramsinh Rathwa) અને અન્ય મહાનુભાવોની હાજરીમાં Adi Bazaar at SOU ) કરવામાં આવ્યો હતો.

ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓનું પ્રદર્શન

આ પણ વાંચોઃ Pearl farming in Tapi: તાપી જિલ્લાનાં આદિવાસી ખેડૂતે અનોખી રીતે કરી મોતીની ખેતી

આ પ્રદર્શનમાં શું છે - સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ (Adi Bazaar at the Statue of Unity) દર્શાવતા 11 દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનમાં 100થી વધુ સ્ટોલ (Sales of tribal products and crafts )છે અને તે દેશભરના 10થી વધુ રાજ્યો પ્રતિનિધિત્વ ( Adi Bazaar at SOU ) કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અહીંના આદિવાસી બાળકો શીખી રહ્યા છે પત્રકારત્વના ગુણ

પ્રદર્શનનો હેતુ -ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાનના પ્રયાસોને કારણે ભારત એકીકૃત રીતે અસ્તિત્વમાં છે. આ દેશ સર્વસમાવેશક અને સંયુક્ત રહે તે તેમની મુખ્ય આકાંક્ષાઓમાંની એક હતી. આ મહાન સ્મારક વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા, તે મૂલ્યો – રાષ્ટ્રીય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક – જેનું સરદાર પટેલે સમર્થન કર્યું હતું અને તેની સાથે ઊભા રહ્યાં હતાં તેનું પ્રમાણપત્ર છે. આ ઉપરાંત આ જિલ્લો મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે.

ABOUT THE AUTHOR

...view details