ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉનાળાનું આગમનઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શેડ ઉભો કરાયો

શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળોનું આગમન થઈ ગયું છે, ત્યારે આ ઉનાળાનો તાપ આકારો બને એ પહેલા SOUના CEO મનોજ કોઠારી અને જોઈન્ટ CEO નિલેશ દૂબેના પ્રયત્નોથી હાલ શેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સેડ ગેટ નંબર-1થી લઈને છેક એન્ટ્રી સુધી બનાવવામાં આવશે. જેથી પ્રવાસીઓ લાઈનમાં ઉભા રહે, ત્યારે તેમને તાડકો ન લાગે.

a-shed-will-be-erected-on-the-campus-of-the-statue-of-unity
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં શેડ ઉભો કરાયો

By

Published : Feb 24, 2020, 11:34 AM IST

અમદાવાદઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષના ટૂંકાગાળામાં દેશ વિદેશથી કુલ 40 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સુવિધાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં શેડ ઉભો કરાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં શેડ ઉભો કરાયો

આ અંતર્ગતમાં પાર્કિંગથી લઈને વિવિધ સ્થળો પર આવવા જવા બસની સુવિધા, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને મ્યુઝિયમમાં બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને વૃદ્ધો, વિકલાંગો માટે વ્હિલચેરની સુવિધાઓ આપી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં શેડ ઉભો કરાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં શેડ ઉભો કરાયો

શેડ બનાવવા બાબતે જોઈન્ટ CEO નિલેશ દૂબેએ જણાવ્યું હતું કે, ઉનાળામાં પ્રવાસીઓ ગેટ-1માંથી પ્રવેશે કે બસ સ્ટોપ પરથી સીધા અંદર પ્રવેશ કરે એન્ટ્રી પોઈન્ટ સુધી ચાલતા આવે છે. જેમાં તેમને તડકો ન લાગે અને બહાર પરિસરમાં બેઠક વ્યવસ્થા છે, જે પણ ગરમ ન થઈ જાય, તેને ધ્યાનમાં રાખીને એક શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ ઉનાળા અને ચોમાસા દરમિયાન કામ આવશે.

ABOUT THE AUTHOR

...view details