ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો - સાબરમતી રીવર ફ્રન્ટ

નર્મદા: જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે ગુરુવારે અત્યાર સુધીનો બીજી વાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ભાગરૂપે 17 દેશોના 70, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લઇ લાંબી અને રંગ બેરંગી ડિઝાઈનો વાળી પતંગો ચગાવી હતી. જેને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

By

Published : Jan 9, 2020, 3:10 PM IST

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના લીમડી હેલીપેડ ખાતે આજે 9મી જાન્યુઆરીના રોજ ત્રિ દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેવા આવ્યા હતાં. આ બાબતની સમગ્ર તૈયારી કલેક્ટર તથા SSNLના MD રાજીવ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પતંગ મહોત્સવમાં દેશને વિદેશની પતંગોએ પ્રવાસીઓનું આકર્ષણ જમાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ પણ આ અલગ અલગ વિદેશી પતંગો જોઈ એક અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો.

એક દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો
કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે કોઈ સેલિબ્રિટી આવવાની નથી. પરંતુ, વન અને પર્યાવરણના અગ્ર સચિવ અને નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તાના હસ્તે પતંગ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જયારે ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ પતંગ ઉત્સવમાં તારક મહેતાની ટિમ સેલિબ્રિટી તરીકે બોલાવવામાં આવી હતી. જેના આકર્ષણથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે કોઈ પણ સેલિબ્રિટી ન હોવાને કારણે પ્રવાસીઓમાં નિરાશા જોવા મળતી હતી. પરંતુ, વિદેશી પતંગોને જોઈ પ્રવાસીઓમાં એક અનેરો આનંદ પણ છવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details