નર્મદા જિલ્લામાં આવા 314 ગામો છે, જે ગૃપ ગ્રામ પંચાયતો સાથે જોડાયેલા છે. આ તમામ ગામ અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો માંગી રહ્યાં છે. ત્યારે આ માંગોને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશ્નર પાસે માર્ગદર્શન માગ્યું છે. તો એક બીજા પર કામ છોડી રહ્યાં છે, પણ કોઈ કામ કરતું નથી. આઝાદીના 72 વર્ષ વીતી ગયા છતાં નર્મદા જિલ્લામાં કેટલીય એવી ગ્રામ પંચાયતો છે, તે વિકાસથી વંચિત છે. ઇ.સ 1961માં સરકારે પંચાયત ધારો પસાર કરી ગ્રામ પંચાયતો બનાવી હતી. ત્યાર પછી અધિકારીઓએ બંધારણ અને ખરડાના નિયમોનું ઉલ્લંઘન કરીને વહીવટી સરળતા માટે 2 કે તેથી વધુ ગામો એકત્રિત કરી ગૃપ ગ્રામ પંચાયત બનાવાઈ છે. તેમની ભૂલોને લઈને ગ્રામજનોનો વિકાસ રૂંધાયો છે.
314 ગામના લોકોએ કર્યો લોકસભાનો વિરોધ, ગ્રામપંચાયત નહીં તો વોટ નહીં - મતદાન
નર્મદા: લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે ગ્રામપંચાયતોના સ્વતંત્ર દરજ્જા માટે લડત ઉપાડી ગામોના આગેવાનોએ સમૂહમાં મુખ્યપ્રધાનથી લઇ કલેક્ટર મામલતદાર, TDOને આવેદન પત્ર આપી ગ્રામ પંચાયત અલગ કરવાની માંગ કરી હતી, પરંતુ આ મામલે કોઇ ઉકેલ ન આવતા આગામી 23મી માર્ચે આ તમામ ગામો ચૂંટણીનો બહિષ્કાર કરે એવી તૈયારીઓ કરી દીધી છે. ભચરવાડા નવી વસાહત, હાંડી, ઉમરવા જોશી, માંડણ સહિતના ગામોમાં બેનરો લાગ્યા છે. તો ગ્રામજનો દ્વારા જાહેર દેખાવો પણ કરી રહ્યાં છે. ત્યારે વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. જો કે, રાજપીપળા ખાતે આગામી 7મી એપ્રિલે આ વિરોધને લઈને બેઠક યોજાનારી છે. ત્યારે આ 314 ગામ વિરોધ કરે તો, ભરૂચ અને છોટાઉદેપુર બંને લોકસભા વિસ્તારમાં 1 લાખથી વધુ મતદારો મતદાન નહિ કરે તો જિલ્લાનું મતદાન નીચું આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ચૂંટણીનો વિરોધ કરતા ગ્રામજનો
આ બાબતે ગ્રામપંચાયતોના દરજ્જાની લડત ઉપાડતા આદિવાસી આગેવાન મહેશ વસાવાએ જણાવ્યું કે, "પંચાયત એટલે સરકારની વિકાસની સમિતિ ગ્રામપંચાયત એટલે લોકોનો મૂળભૂત અધિકાર છતાં નીતિ નિયમો નેવે મૂકીને ગૃપ ગ્રામપંચાયતો બનાવાઈ હવે આ લડત અમે ઉપાડી છે. અત્યાર સુધી રજૂઆતો કરી હવે આંદોલન કરીશું. એટલે કે, ગામેગામ હાલ વિરોધ પ્રદર્શનો કરવાનું કામ ચાલું છે. 7મી એપ્રિલના રોજ બેઠક મળશે જેમાં આગળની રણનીતિ નક્કી કરીશું ચૂંટણી બહિષ્કાર તો કરીશું જ તે નક્કી છે."