મોરબીના મકનસર નજીક શીતળામાં મંદિર નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનું મોત મારના કારણે થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી હતી. જેમાં પોલીસ હેડ કવાર્ટરમાં આવાસ બનાવવાનું કામ રાખનારા કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કમર્ચારી કિશોરભાઈ, G.R.D જવાન હાર્દિક, કમલેશ દેગામાં અને અન્ય 3 G.R.D જવાનો એ મૃતકને કોઈ કારણોસર પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોધાવી હતી.
મોરબીમાં યુવાનની હત્યાના કેસમાં પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ
મોરબી : પોલીસ હેડ ક્વાર્ટર પાસેના પોલીસ આવાસ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ઘટના સ્થળે જીલ્લા S.P, D.Y.S.P, L.C.B સહિતની ટીમ પહોચી હતી. યુવાનની હત્યામાં પોલીસ કર્મચારી અને G.R.D કર્મચારીઓની સંડોવણી ખુલતા પોલીસે ગણતરીની કલાકોમાં પોલીસ કર્મચારી સહિતના 3 આરોપીને ઝડપી લીધા હતા.
મોરબીમાં યુવાનની હત્યા
મોબાઈલ ચોરીની શંકા રાખી યુવાનને પોલીસ પહોંચે તે પૂર્વે ટોળાએ ઢોર માર માર્યો હતો.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી 3 આરોપીને ઝડપી વધુ આરોપીની શોધખોળ શરુ કરી છે. જેથી આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.