મોરબીના રહેવાસી અને પીસ ડાન્સ એકેડેમી ચલાવતા મોરબીનો યુવા ડાન્સર દર્શન પંડ્યા ડાન્સના ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત છે જે પોતે ડાન્સ એકેડમી ચલાવવા ઉપરાંત અનેક ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લઈને વિજેતા બની ચુક્યો છે. તાજેતરમાં ઇન્ડીયાઝ ડાન્સિંગ આઈડલનું ઓડીશન રાજકોટ ખાતે યોજાયું હતું જેમાં મોરબીનો આ યુવા ડાન્સર સીધા ટીવી રાઉન્ડમાં સિલેક્ટ થયો હતો જેનું આગામી 23 મેં થી દિલ્હી ખાતે શુટિંગ શરુ થશે.
ડાન્સ ક્ષેત્રે મોરબી સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કરતો મોરબીનો યુવા ડાન્સર - gujarati news
મોરબીઃ ઓદ્યોગિક નગરી મોરબી હવે વેપાર ધંધા સાથે શિક્ષણ, રમત ગમત સહિતના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે ત્યારે મોરબીના યુવાનો પોતાની કળા-પ્રતિભા ખીલવવા લાગ્યા છે. જેના જીવંત ઉદાહરણ સમાન મોરબીના ડાન્સર ઇન્ડીયાઝ ડાન્સિંગ આઈડલ રીયાલીટી શોમાં ઓડીશન આપીને ડાયરેક્ટ ટીવી રાઉન્ડમાં સિલેક્ટ થયા હતા.
સ્પોટ ફોટો
મોરબીનો યુવા ડાન્સર અન્ય શો સ્ટાર ઓફ ગુજરાતમાં પણ સિલેક્ટ થઇ ચુક્યો છે મોરબીના યુવાનોને ડાન્સિંગ ક્ષેત્રમાં યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દર્શન પંડ્યા ડાન્સ એકેડમી શરુ કરવાનું પણ સ્વપ્ન સેવી રહ્યો છે તો રીયાલીટી શોમાં મોરબીનો યુવા ડાન્સરના સીલેક્શનથી સમગ્ર પંથકમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી હતી અને યુવા ડાન્સર મોરબીનું નામ દેશમાં રોશન કરે તેવી શુભેચ્છા સૌ કોઈ પાઠવી રહ્યા છે.