મોરબી:મોરબીના હળવદમાં હત્યાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર હળવદના એક યુવાનની તેના જ મિત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. યુવક ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો અને પાંચ દિવસ બાદ હળવદ ધ્રાંગધ્રા હાઇવે આગળ આવેલ નર્મદાની કેનાલના વોકળામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે.
'યુવાનનું મોત શકાસ્પદ લાગતા ફોરેન્સિક માટે રાજકોટ મોકલવમાં આવ્યું હતું. સંગે મામલો હત્યાનો હોવાનું જાણવા મળતા પોલીસે હત્યાની કલમ ઉમેરી અને વધુ તપાસ હળવદના ઇન્ચાર્જ પી.આઈ દીપક કરી રહ્યા છે.' -કિરીટસિંહ જેઠવા
હળવદ GIDC પાછળ રહેતા અશોકભાઇ દેવસીભાઇ સીરોયાએ આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર 15 નવેમ્બરના રોજ મૃતક તેના અન્ય મિત્રો સાથે મળીને ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ સંજય કોળીના કાકા ધવલ ડાભીની વાડી ઉપર મચ્છી ખાવાની પાર્ટી કરી હતી. આ દરમિયાન તેમની વચ્ચે ઝગડો થયો હતો અને તેનો ખાર રાખીને હત્યા કરવામાં આવી છે.
બે મિત્રો વચ્ચે ઝધડો થતા બનાવ હત્યામાં પલટાયો: બંને મિત્રો વચ્ચે થયેલા ઝગડાનો ખાર રાખીને આરોપી હરજીએ અજીત જ્યારે નર્મદા કેનાલના સાયફન પાસે સુતો હતો ત્યારે અજીતના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી જીવલેણ ઇજાઓ કરી આરોપી હરજીએ તેની હત્યા કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- પોરબંદરમાં કર્લી પુલ હિટ એન્ડ રન ઘટનામાં બે આરોપી ડિટેક્ટ થયા
- પગિયાના મુવાડા ગામે વીજ કરંટથી 27 વર્ષીય યુવાનનું મોત, લૂણાવાડા પોલીસે તપાસ શરુ કરી