જિલ્લામાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે યોજાયેલા વર્કશોપમાં આયોજન અંગેની ખામીઓ દૂર કરી રસીકરણ કામગીરીને ખુબ જ સારી થાય થાય અને રસીકરણથી અટકાવી શકાય તેવા ડિપ્થેરિયા, પર્તુસીસ, ટીટેનસ (ધનુર) જેવા રોગોને અટકાવવામાં સફળતા મળે તે માટે વર્કશોપમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ. કતીરાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીમાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે વર્કશોપ યોજાયો
મોરબીઃ સામાન્ય રીતે રસીકરણથી અટકાવી શકાય તેવા રોગ માટે રસીકરણ કામગીરી ખૂબ જ ઘનિષ્ઠ પ્રમાણમાં જિલ્લામાં ચાલી રહી છે. છતાં પણ રસીકરણ કામગીરીમાં કોઈ ક્ષતિઓ રહી હોય તે દુર કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે વર્કશોપ યોજાયો
જિલ્લા પંચાયતના સભાખંડમાં વી. પી .ડી સર્વેલન્સ વર્કશોપમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ. કતીરા તેમજ અધિક આરોગ્ય અધિકારી ડો. ડી વી. બાવરવા, જિલ્લા આર .સી. એચ અધિકારી ડો. વી એલ કારોલીયા તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ, મેડીકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ડબલ્યુ. એચ. ઓના પ્રતિનિધિ ડો. અમોલ ભોસલેએ આગામી સમયમાં વેક્સીનથી અટકાવી સકાય તેવા રોગોને અટકાવવા માટે શું કરવું તે અંગેની યનીતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.