મોરબી સીટી A ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક કોન્સ્ટેબલ ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂતે ડીજીપી કપ એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ૮૦૦ મીટર દોડમાં ભૂમીબેન ભૂતે પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, અને ત્યારબાદ ૪૦૦ મીટર દોડમાં પણ ભૂમીબેન ભૂતે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે.
મોરબીમાં પોલીસ એકેડેમીની દોડ સ્પર્ધામાં મહિલા પોલીસ વિજેતા બન્યા
મોરબી: ગુજરાત પોલીસ એકેડેમી ખાતે ડીજીપી કપ એથલેટીક ગેમ્સ ૨૦૧૯ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ૮૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડમાં મોરબીના મહિલા પોલીસ કર્મચારી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે.
morbi
2 દિવસમાં 2 દોડમાં સતત ઉત્કૃષ્ટ પરફોર્મન્સ કરીને ભુમીબેને મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. જેના જિલ્લા એસપી ડો કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી અને Aડીવીઝન PI આર જે ચૌધરી સહિતના અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે, કે ભૂમીબેન ભૂત તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા અને ફરીથી એથ્લેટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને મોરબી અને જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે.