ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાંથી પરિણીતા બાળક સાથે ગુમ થતા પરિવારે નોંધાવી ફરિયાદ

મોરબીઃ બાયપાસ નજીક રહેતી પરિણીતા તેના છ માસના બાળક સાથે ગુમ થતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

By

Published : Jun 23, 2019, 10:28 AM IST

મોરબીમાંથી પરણીતા બાળક સાથે લાપતા બનતા પરિવારે નોધાવી ફરિયાદ

ગત 21મી તારીખે 28 વર્ષીય સોનલ મકવાણા પોતાના છ માસના દિકરા વિવેકને લઇને ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ હતી. પરિવારે આજુ-બાજુ તેમજ સગા સબંધીને ત્યાં તપાસ કરતા તેની કોઈ ભાળ મળી ન હતી. એક માસ બાદ મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા ગોરધન મકવાણાએ A-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ એન.કે.ઈશરાણી ચલાવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં GRD જવાનની પત્ની પણ બાળકો સાથે ગુમ થઇ છે ત્યારે વધુ એક પરિણીતા બાળક સાથે લાપતા બની છે. પોલીસે પરિવારની ફરિયાદને પગલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details