મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા હરેશભાઈ ભાણજીભાઈ પટેલ ઓમ પાવર ટ્રાન્સમિશન પ્રાઈવેટ લીમીટેડમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. લાઈન પાવર સપ્લાયનું વાંકાનેર પંથકમાં કામ ચાલી રહ્યું હતું,તે દરમિયાન હરેશભાઈની કંપનીમાં લેબરવર્કનું કામ કરતો યુસુફઅલી ઉજીર શેખ વાંકાનેર-થાન રોડ પર ચાલી ચોકડી પાસે ખુલ્લી જગ્યામાંથી એસી.એસ.આર ઝીબ્રા વાયર 250 કિલો જેની કિંમત30000 રુપિયા છે ઉપરાંત ડ્રમ નં-2 જેમાં 2.265 કિલોમીટર લંબાઈનો વાયર જેનીઅંદાજીત કીમત રૂપિયા 7,52,056 છે આમકુલ મુદ્દામાલ 7,82,056 રુપિયાના વાયરની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હરેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તસ્કરો બન્યા બેફામઃમોરબીમાં 2 મકાનોના તૂટ્યા તાળા
મોરબીઃ જીલ્લામાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તસ્કરો એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તે રીતે વાંકાનેર અને મોરબીમાં વધુ બે ચોરીની ધટના સામે આવી હતી.
જ્યારે મોરબીમાં થયેલી ચોરીના બનાવમાં વનાળીયા(શારદાનગર) અને હાલ મોરબી શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડના એન-992 બ્લોકમાં ભાડેથી રહેતા દિનેશભાઈ છોટાલાલ ભટ્ટનું મકાનરાત્રીના બંધ હતું. પરિવારના સભ્યો વનાળીયા ગામ ગયા હતા ત્યારે બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ મકાનના આગલા દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરવખરી રફેદફે કરી નાખી હતી.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં તેમનાદીકરાના લગ્ન હોય જેથી કિંમતી વસ્તુઓ ગામડે રહેલા મકાને લઇ ગયા હોવાથી મકાનમાંથી તસ્કરોને મોટો દલ્લો હાથ લાગ્યો ન હતો, પરંતુ શેટી નીચે 10-10 હજારની બે નોટોના બંડલ પડ્યા હતા, તે તસ્કરો લઇ નાશી છુટ્યા હતા. તે ઉપરાંત અન્ય મકાનમાં તાળા તોડ્યા હતા જોકે પાડોશીઓ જાગી જતા તસ્કરોને ભાગવાનો વારો આવ્યો હતો.