ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં ફેક્ટરીના માલિકની એક શંકાએ પોલીસને કેમ દોડતી કરી?

મોરબીના વાંકાનેર નજીક આવેલી ફેક્ટરીના સંચાલકને ગિફ્ટ બોક્સ મળ્યું હતું, જેમાંથી બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે આવીને બોક્સની તપાસ કરી હતી. જોકે, તેમાંથી કોઈ પણ પ્રકારનો વિસ્ફોટક પદાર્થ મળ્યો ન હતો. એટલે મોરબીવાસીઓ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

વાંકાનેરમાં ફેક્ટરીના માલિકની એક શંકાએ પોલીસને કેમ દોડતી કરી?
વાંકાનેરમાં ફેક્ટરીના માલિકની એક શંકાએ પોલીસને કેમ દોડતી કરી?

By

Published : Jan 8, 2021, 5:51 PM IST

  • મોરબીમાં વાંકાનેરના ફેક્ટરીના માલિકે પોલીસને દોડતી કરી
  • ફેક્ટરીના માલિકને કોઈક આપી ગયું હતું ગિફ્ટનું બોક્સ
  • બોક્સમાં વાયર અને સર્કિટ જેવી વસ્તુ નીકળતા પોલીસને કરી જાણ
  • પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

મોરબીઃ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી એક ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને એક પરપ્રાંતિય શખસ ગિફ્ટ પેકિંગમાં બોક્સ આપી ગયો હતો અને બોક્સ મેઈન શેઠને આપવા જણાવ્યું હતું. આથી સિક્યુરિટી ગાર્ડે ગિફ્ટ બોક્સ ફેક્ટરી સંચાલક વિનોદ ભાડજાને ઓફિસમાં પહોંચાડ્યું હતું અને ગિફ્ટ બોક્સ વિનોદભાઈએ ખોલતા તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કારણકે ગિફ્ટ બોક્સમાં કોઈ ગિફ્ટની આઈટમ નહતી, પરંતુ વાયર અને સર્કિટ જેવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતા બોક્સનો ઘા કરી દીધો હતો અને તરત પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે. રાજકોટથી બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી અને બોમ્બ સ્કોવડે સ્થળ પર આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

વિસ્ફોટક પદાર્થ ન નીકળતા રાહતનો શ્વાસ

બોમ્બ સ્ક્વોડની તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ જણાવ્યું હતું કે, અજાણ્યો શખસ વોચમેનને પાર્સલ આપી ગયો હતો. બાદમાં માલિકને પાર્સલમાં બોમ્બ જેવી વસ્તુ દેખાતા તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. બોમ્બ સ્ક્વોડના જણાવ્યા મુજબ, પાર્સલમાં કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. હાલ એફએસએલ દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

પાર્સલ સાથે એક નંબર આપી ગયો અને ફોન કરવા જણાવ્યું

ફેકટરીના સિક્યુરિટી ગાર્ડને પાર્સલ આપી જનાર હિન્દી ભાષી શખસે પાર્સલની સાથે એક નંબર પણ આપ્યો હતો, જેનો સંપર્ક કરવાનો ફેકટરી માલિકે પ્રયત્ન પણ કર્યો હતો. અને આ નંબર ઉપરથી ફેક્ટરી માલિકને બેથી ત્રણ મેસેજ પણ મળ્યા હતા. આવું જિલ્લા પોલીસ વડાએ પણ સત્તાવાર રીતે જણાવ્યું છે. પણ શુ મેસેજ આવ્યા અને શું વાતચીત થઈ તે હજુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details