ગુજરાત

gujarat

'મહા' વાવાઝોડાની અસરને પગલે મચ્છુ 2 ડેમમાં પાણીના મોજા ઉછળ્યા

By

Published : Nov 2, 2019, 10:41 PM IST

મોરબી: 'મહા' વાવાઝોડાની અસરને પગલે બપોરે બાદ અચાનક હવામાનમાં પલટો આવતા જીલ્લાના અનેક તાલુકા મથકો તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં. વરસાદ બાદ પણ પવન ફૂંકાઇ રહ્યો હતો. જે પવનને પગલે 'મચ્છુ 2' ડેમમાં પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતાં.

etv bharat

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ચાલુ વર્ષે મેઘમહેરથી છલોછલ ભરાઈ ગયો હતો અને ડેમ સંપૂર્ણ ભરેલ હોવાથી ભારે પવનને પગલે પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતાં. દરિયાની માફક મોજા ઉછળતા હોવાથી હાલ મચ્છુ 2 ડેમના પાટિયા બંધ હોવા છતાં પાટિયા પરથી પાણી બહાર જઇ રહ્યું હતું.

'મહા' વાવાઝોડાની અસરને પગલે મચ્છુ 2 ડેમમાં પાણીના મોજા ઉછળ્યા

ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાલી આશ્રમ ખાતે શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિશાલ કથામંડપ અને ભોજન માટેના મંડપ સજાવવામાં આવ્યા હતાં. જે પણ ભારે પવન ફૂંકાતા હચમચી ગયા હતાં. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી અને આયોજકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ ભારે વરસાદના પગલે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details