મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના સુચનાથી દારૂબંધી નાબૂદ કરવા ઇન્ચાર્જ DYSP વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકના PSI આર.પી.જાડેજાની ટીમ પેટ્રોલીગમાં હતી. ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વીરપર ગામ જવાના રસ્તે હીરાભાઈ અરજણભાઈ કોળી પોતની વાડીમાં દારૂ છુપાવ્યો છે. જેથી પોલીસે ત્યાં રેડ કરતા જુદી જુદી દારૂની બોટલ અને ચપલા સહિત 360થી વધુ બોટલ મળી આવતા જેની કિંમત રૂપિયા 37,300ના મુદામાલ અને આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવતો અને કેટલા સમયથી આવતો તેની પણ પૂછપરછ પોલીસ દ્વારા ચાલી રહી છે.
વાંકાનેર પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દારૂ અને જુગારના આરોપીઓની ધરપકડ - gambling
મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકના વીરપર નજીક વાડીમાં રાખેલા દારૂના જથ્થાની માહિતી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન વાડીમાંથી રૂપિયા 37,300નાં દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત મેસરિયા ગામે જુગારના દરોડામાં 6 પતાપ્રેમી સાથે કુલ રકમ 26,970નો મુદામાલ જપ્ત કર્યો છે.
જ્યારે જુગારના દરોડામાં વાંકાનેર તાલુકા PSI આર. પી. જાડેજાની ટીમ બલદેવસિંહ મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મેસરિયા ગામે દરોડો કર્યો હતો. જેમાં મેસરિયામાં હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ભરત મગનભાઈ ગોંડલીયા, હરેશ અમૃતલાલ સાગાણી, કલ્પેશ અનોપભાઈ ગોસ્વામી, નંદાબેન સુધારકુમાર મરાઠી, મીનાક્ષીબેન સુરેશભાઈ ગોધાણી અને કુંદનબેન હરેશભાઈ સાંગાણીને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 11,970 અને ત્રણ મોબાઈલ કીમત રૂ 15,000 સહીત કુલ રકમ 26,970નો મુદામાલ જપ્ત કર્યો છે.