વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવા ગયેલા ટ્રેક્ટર ચાલક ડીઝલ પુરાવીને પરત ફરી રહ્યો હતો. ત્યારે સામેથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેક્ટર હાઇવે પરથી નીચે પલટી મારતા ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતું.
વાંકાનેર નેશનલ હાઈ-વે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અક્સમાત, 1નું મોત
મોરબીઃ વાંકાનેરના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેકટર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું મોત થયું હતું.
વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રેક્ટર પલટી મારતા ચાલકનું મોત
વાંકાનેરના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક દબાઈ જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વાંકાનેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.