મોરબીનીLCB ટીમે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટનું ઉલ્લંઘનકરવાના ગુન્હામાં મધ્યસ્થ જેલ વડોદરા મોકલવમાં આવ્યો છે.
વાંકાનેરના એક ઈસમ સામે પાસા કાર્યવાહી,એક ગેરકાયદેસર બંદુક સાથે ઝડપાયો
વાંકાનેર: લોકસભા ચુંટણી નજીક છે તેને કારણે હાલ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રવિવારે વાંકાનેર LCBની ટીમે વાંકાનેરના એક ઈસમને વડોદરા જેલમાં ધકેલ્યો છે. જયારે SOG ટીમે ગેરકાયદેસર બંદુક સાથે એક ઈસમને દબોચી લીધો છે.
સ્પોટ ફોટો આરોપી
જયારે લોકસભા ચુંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો શોધી કાઢવાની સૂચનાને પગલે SOG ટીમેેપેટ્રોલિંગ દરમિયાનબાતમીને આધારે એક વ્યકિતને આર્મ્સ એક્ટ મુજબગેકરાયદેસરની બંદુક રાખવાના ગુન્હામાં ઝડપી પાડ્યો છે.આ બંન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે હાલ તપાસ હાથ ઘરી છે.