ગુજરાત

gujarat

ETV Bharat / state

લો કોલેજની વિદ્યાર્થીની બની યુનિવર્સિટી ટોપર, મેળવ્યો ગોલ્ડ મેડલ

મોરબીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ એલ.એલ.બી.ના પરિણામોમાં મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજમાં અભ્યાસ કરતી કવિતા અર્જુનભાઈ વિડજા નામની વિદ્યાર્થીની યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

લો કોલેજની વિદ્યાર્થીની બની યુનિવર્સિટી ટોપર,મેળવ્યો ગોલ્ડ મેડલ

By

Published : May 5, 2019, 2:12 PM IST

ત્યારે યુનિવર્સિટી ટોપર કવિતા વિડજા જણાવે છે કે, તે માળીયા તાલુકાના નાના એવા સુલતાનપુર ગામના વતની છે અને તેના પિતાએ ખૂબ જ મહેનત કરી ખેતી કરીને તેને આ મુકામ સુધી પહોંચાડી છે. તેમજ ગૃહિણી માતાનો પણ તેને સારો એવી સહયોગ મળ્યો છે. 3 ભાઈ બહેન વાળા ખેડૂત પરિવારની દિકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ટોપ કરીને મોરબી તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

લો કોલેજની વિદ્યાર્થીની બની યુનિવર્સિટી ટોપર,મેળવ્યો ગોલ્ડ મેડલ

અભ્યાસ સાથે કવિતા વિડજા 2 વર્ષથી ઇન્કમટેક્સ પ્રેક્ટીસ કરે છે અને અભ્યાસ કરીને તેમને ઇન્કમટેક્સ વિભાગમાં સેવા આપવાનું સ્વપ્ન સેવી રહી છે. ત્યારે વિદ્યાર્થીનીની આ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details