મોરબીમાં કાકા અને પિતરાઈ ભાઈએ યુવાનની કરી હત્યા
મોરબીઃ શહેરમાં બાપાસીતારામ ચોક પાસે ગીફટ એન્ડ આર્ટીકલ્સની દુકાનમાં યુવાનને કાકા અને પિતરાઈ ભાઈ સાથે થયેલી માથાકૂટ બાદ માર મારીને છરીના ઘા ઝીંકી દીધા હોવાની ધટના સામે આવી છે. જેમાં તેના કૌટુંબિક કાકા અને પિતરાઈ ભાઈની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ નજીક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડીયાએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્ર અમિતએ આરોપી પિતરાઈભાઈ રાહુલ કિશોરભાઈ ભાલોડીયા અને કાકા કિશોરભાઈ ભાલોડીયાને બાઈકના કાગલો નવસારીથી મંગાવી દેવાનું કહેતા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જેથી પિતરાઈ ભાઈ અને કાકા અમિતને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેમાં તેનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી અને બંને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.